Rameshkumar Fulabhai Panchani
4 साल 1 week पहले
મોદીજી ની અરજી...તમે સુણો રે સરપંચજી
ખેતર શેઢે-ખરાબે સોલર પેનલ લગાડવો
સરપંચજી
હવે તમે ખુદ નુ અજવાળુ ખેતરે ઉગાડો સરપંચજી
મોંઘા ડીઝલે મુકી છે માજા,હવે સોલર પંપ લગાડો સરપંચજી
ખુદની ઉગાડી ખુદ વાપરવી વીજળી,વધે તે ગ્રીડે વેંચાવો સરપંચજી
ખેતખરાબા ને પાળા- શેઢા પડ્યા છે પડતર,ઉપજાવ એને બનાવો સરપંચજી
વહી જતા નીર વરસાદી નિરર્થક ,એને "અમૃત સરોવરે" બંધાવો સરપંચજી
મુલ્યવર્ધન કરી કૃષિઉપજ નુ જાતે,ભાવ ખુદ ટેકાના વધારો સરપંચજી
ઝેરી ખેતીની સૌ રીતો જુની ને જોખમી,હવે પ્રાકૃતિક કૃષિ અપનાવો સરપંચજી
ગાય,ગોબર ગૌમુત્રે ઉગરશે ખેતી ને ગામડા,
વાત એ ગાંઠે બાંધો સરપંચજી
ના ઝેરી અન્ન ફળ-શાક ઉગાડશુ કે ખાસુ,
સુસ્વાથે જાત ને જગાડો સરપંચજી
સ્વચ્છ ઘર,શેરી,પાદર ને ગામડુ,ગ્રામશિક્ષણ ને સોહાર્દે સુધારો સરપંચજી
ડેરી પશુપાલન ને ગ્રામ ગૃહઉધોગે, મંડળ સહકારી સત્કારો સરપંચજી
વીતી ગયો છે વખત દુખદાયી, ઉભા "પદ્મપરાગ " સારા અવસરો સામે સરપંચજી
મનન મંથન યત્ન થકી, મોદીજી મુલવે કૃષિ,
એમને સઘળો ટેકો ધરો સરપંચજી
રચના: રમેશકુમાર એફ.પાંચાણી "પદ્મપરાગ" ભાવનગર ( Mo.7226003711)
पसंद
(5)
नापसन्द
(3)
जवाब दो
स्पैम की रिपोर्ट करें